Posts

મહિલા સશકિતકરણ અને ડૉ. બી. આર. આંબેડકર (women's empowerment and Dr. B. R. Ambedkar)

 * મહિલા સશકિતકરણ અને ડૉ. બી. આર. આંબેડકર* જયારે પણ મહિલાઓના ઉત્થાન ની વાત આવે ત્યારે આપણી નજર સમક્ષ ઘણા બધા નામો આવી ચઢે છે, જેમણે સ્ત્રીઓ પર થતી હિંસા અને શોષણ વિરોધી ઘણા સમાજ સુધારાના કાયોઁ કયાઁ છે. જેમકે જયોતિરાવ ફૂલે, સ્વામી દયાનંદ સરસ્વતી, ગાંધીજી વગેરે..... આ બધામાં જયોતિરાવ ફૂલે અને ક્રાંતિજયોતિ સાવિત્રીબાઈ ફૂલેએ ફકત મહિલાઓ માટે જ નહિ પરંતુ પૂરા સમાજમાં ફેલાયેલ સામાજીક-ધામિઁક દૂષણો સામે લોકજાગૃતિ લાવવા વિવિધ કાયઁક્રમોનો આરંભ કયોઁ હતો. આ કાયોઁમાં તેઓએ મહિલાઓના ઉત્થાનને સમાજ-સુધારણા અને જન વિકાસ માટે પ્રથમ મહત્વનું ગણીને અગ્રીમતા આપી હતી..... જયોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેની માફક જ બાબાસાહેબ આંબેડકરે પણ આપણા દેશમાં સામાજીક ક્રાંતિ લાવવામાં મહત્વનો સિંહ ફાળો આપ્યો છે.... ભારતના બંધારણના ઘડવૈયા અને દલિતોના ઉદ્વારક ડૉ. બાબાસાહેબ આંબેડકર આ સદીની એક વિરલ વ્યકિત હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકરની દ્વઢ માન્યતા હતી કે શિક્ષણ દ્વારા વ્યકિત વિકાસ અને સામાજીક ક્રાંતિ દ્વારા જ સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના પાયા ઉપર રાષ્ટ્રનું નવનિમાઁણ થઈ શકશે..... ડૉ. બાબાસાહેબ આંબેડકર બહુમતી પ્રતિમા ધરા...